ETV Bharat / state

ભરૂચના કોવિડ સ્મશાનમાં પિતાની ચિતા સામે દીકરીનું હૈયાફાટ રૂદન

ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી પુત્રીનું હૈયાફાટ રુદન જોઇને કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈ લોકોના આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.

દીકરીનું હૈયાફાટ રૂદન
દીકરીનું હૈયાફાટ રૂદન
author img

By

Published : Apr 3, 2021, 11:13 AM IST

Updated : Apr 3, 2021, 1:56 PM IST

  • 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા તથા તેઓના પત્ની કોરોનામાં સપડાયા
  • સારવાર અર્થે ભરૂચની લઇ ગયા પરંતુ કોરોનાના લીધે મૃત્યુ
  • ભરૂચના કોવિડ સ્મશાનમાં પિતાની ચિતા સામે દીકરીનું હૈયાફાટ રૂદન

ભરૂચ : શહેરના સ્ટેશન રોડ પર આવેલી આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં એ-503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા તથા તેઓના પત્ની કોરોનામાં સપડાયા હતા. ત્યારબાદ તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિવસેને દિવસે તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી. આજે શનિવારના સવારે તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા. તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. જેઓના મૃતદેહને અંતિમ વિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો.

કોવિડ સ્મશાન
કોવિડ સ્મશાન

આ પણ વાંચો : કોરોનાની સ્થિતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે

પિતા-પુત્રીના મિલન પર પોતાનો કહેર વરસાવ્યો

કોવિડથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહા જેના લગ્ન નાગપુર થયા હતા. તેેને તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતા તે ભરૂચ આવવા રવાના થઈ હતી. નેહા ભરૂચ આવી તો તેને તેના પિતા તો ના મળ્યા પણ તેમનો મૃતદેહ મળ્યો. લોકડાઉનના પરિણામે દોઢ વર્ષના લાંબા સમય બાદ પુત્રી તેના પિતાને મળવા હતી. પરંતુ કોરોના એ પિતા-પુત્રીના મિલન પર પોતાનો કહેર વરસાવ્યો હતો.

પિતાની ચિતા
પિતાની ચિતા

આ પણ વાંચો : ભાવનગરમાં રેમડેસીવીર ઇંજેક્શનની અછત, ઇંજેક્શનના સ્ટોક સામે માગ વધારે

પિતાની ચિતા જોઈ ભારે આક્રંદ સાથે હૈયાફાટ રુદન કર્યું

નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી. ત્યાં કોવિડ સ્મશાનમાં તેના ભાઈ નીરજ મુંદ્રા સાથે પહોંચી હતી અને પિતાની ચિતા જોઈ ભારે આક્રંદ સાથે હૈયાફાટ રુદન કર્યું હતું. આ દ્રશ્ય જોઈ કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આશા સાથે પિતાની છત્ર છાયા ગુમાવનાર દીકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો ચિત્કાર ઉભો કર્યો હતો.

Last Updated : Apr 3, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.