છેલ્લા કેટલાક દિવસથી ભરુચમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત ગુરુવારની રાત્રીએ શહેરના વેજલપુરમાં 2 માળનું મકાન એકાએક ધરાશાયી થઈ ગયું હતું. જેમાં 6 લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ રેસ્કયુમાં 3 વર્ષની દિયાએ હિંમત દાખવી હતી. તેેણે બેથી અઢી કલાક તુટેલી દિવાલો વચ્ચે લટકીને જોઇને લોકોના હોંશ ઉડી ગયા હતા. ખરેખર દિયાએ મોતને હાથ તાળી આપી હતી.
ઘટનાની જાણ થતાં જ ભરુચ નગર સેવા સદનના લશ્કરી કાફલો સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ 6 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી 4ને રાતે જ્યાં સુતા હતા તે જગ્યાના આધારે ફાયર બ્રિગેડે બચાવ્યા હતા. વધુમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.