ભરૂચઃ અંકલેશ્વર શહેરમાં લોકડાઉનનો અમલ ન કરનારા 14 લોકોનું પોલીસે જાહેર માર્ગ પર સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઝડપાયેલા લોકોને માસ્ક આપી અને એકબીજા વચ્ચે અંતર રાખી પોલીસ મથક લઈ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં લોકડાઉન વચ્ચે બિન જરૂરી રીતે ભટક્તા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્લેગ માર્ચમાં જાહેરનામાનો ભંગ કરનારા લોકોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાંથી કુલ 14 લોકોને જાહેરનામાનો ભંગ કરવા બદલ અટકાયત કરી હતી અને ઝડપાયેલા તમામ લોકોનું પોલીસે સરઘસ કાઢી તેઓને માસ્ક પણ આપ્યા અને એકબીજા વચ્ચે અંતર રાખી પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.