દહેજ ખાતે આવેલ ABG કંપની સામે સ્ટ્રીટ લાઈટની કામગીરી માટે ઇલેક્ટ્રિશિયનની ટીમ મરામત અર્થે ગઈ હતી. તે દરમિયાન ઇલેક્ટ્રીશયનની ગાડીને જીવંત વીજ વાયરને અડી જતા ગાડીમાં સવાર માલીવાડ નિલેશભાઈ ઈશ્વરભાઈ,ડામોર શૈલેષભાઈ છગનભાઈ ,ડામોર અંકિતભાઇ લાલજીભાઈ,કાંતિભાઈ પુજાભાઈ પરમારને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 4 વ્યકતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
ગાડીના ડ્રાઈવર કાંતિભાઈ પુજાભાઈ પરમાર ગંભીર રીતે દાઝી જતાં તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સહ કર્મચારીઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.