ભરુચ:સજંબુસરના ઉમરા અને ચકલાદ ગામ તેમજ હાંસોટ ખાતે આવેલી પાણી પુરવઠા હેડ વર્કસ ફિલ્ટર પ્લાન્ટની રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી હતી.
જંબુસર તાલુકાના ઉમરા અને ચકલાદ ગામે આવેલી પાણી પુરવઠા ઉમરા હેડવર્કસ ફિલ્ટર પ્લાન્ટની રાજ્યના પાણી પુરવઠા, ગ્રામ્ય ગ્રહ નિર્માણ અને પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી.
તેમની સાથે ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન સહિત આગેવાનો જોડાયા હતા.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે રાજયના કોઈ પણ વિસ્તારમાં હોય પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે તથા છેવાડાના ગામડા સુધી પીવાનું પાણી મળી રહે તેવા અભિયાન સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.
આ સાથે તેઓએ હાંસોટ ખાતે આવેલી પાણી પુરવઠા હાંસોટ હેડવર્કસ - ફિલ્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. તેઓ સાથે રાજ્યના સહકાર પ્રધાન અને અંકલેશ્વરના ધારાસભ્ય દુષ્યંત પટેલ જોડાયા હતા.