ભરૂચઃ લોકડાઉન પાર્ટ ૪ માં એસ.ટી બસ સેવા પુન:શરુ કરવાનો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં આજથી આંતર જિલ્લા એસ.ટી બસ સેવા શરુ કરવામાં આવી છે. જેમાં સમગ્ર જીલ્લામાં ૯ તાલુકાઓમાં ૩૦ એસ.ટી બસ દોડાવવામાં આવશે.
એસ.ટી બસ સેવાનો લાભ લેવા મુસાફરોએ ૩૦ મિનીટ પહેલા જે તે એસ.ટી ડેપો પર પહોચવાનું રહેશે. જ્યાં તેઓનું થર્મલ સ્ક્રીનીંગ કરાયા બાદ માસ્ક સાથે એસ.ટી બસમાં પ્રવેશ આપવામાં આવશે. મોટી બસમાં ૩૦ મુસાફરો અને મીની બસમાં ૧૮ મુસાફરો જ બેસાડવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સનાં પાલન સાથે ભરૂચ જીલ્લાના વિવિધ ડેપો પરથી આંતર જીલ્લા એસ.ટી બસ સેવા શરુ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં સરકારના આદેશ મુજબ અન્ય જિલ્લાઓમાં પણ એસ.ટી બસ દોડાવવામાં આવશે.