દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર ભારતીયો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના પરીએજ ગામના રહેવાસી અને છેલ્લા 4 વર્ષથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસ બર્ગમાં રોજગારી અર્થે સ્થાયી થયેલ તૌસિફ હવેલીવાલા અને હારુન હવેલીવાલા પર નિગ્રોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. તૌસિફ તેના ઘરની બહાર બેઠો હતો, તે દરમિયાન બંદૂકધારી નિગ્રો લૂંટારું દોડી આવ્યા હતા અને તૌસિફ સાથે મારામારી કરી હતી. આ જોઈ તેનો ભાઈ હારુન દોડી આવ્યો હતો. નિગરોએ ફાયરિંગ કરતા હારૂનને પગના ભાગે ગોળી વાગી હતી, જ્યારે તૌસિફને બંદૂકનો પાછળનો ભાગ વાગતા બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી. લૂંટારુઓ રૂપિયા ભરેલ પર્સ અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પરીએજ ગામમાં રહેતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિક સહિત વિદેશમાં વસતા ભારતીયોને પર વારંવાર નિશાન બનાવવામાં આવે છે, ત્યારે આ બાબતે સરકાર કોઈ પગલાં ભરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.