ETV Bharat / state

નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ 2023માં થશે તૈયાર - એકસ્ટ્રા ડોઝ બ્રિજ

ભરૂચ NH 48 ઉપર કેબલ બ્રિજ હાલ 4 લેન છે, હવે એક્સપ્રેસ વે પર 8 લેન કેબલ બ્રિજ બનતા ઉત્તર ભારત, દિલ્હી, અમદાવાદ તરફથી આવતા વાહનો એક્સપ્રેસ વે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી શકશે. જેના કારણે NH 48 પર ટ્રાફિક ભારણ 60 ટકા જેટલું હળવું થઈ જશે.

નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ 2023માં થશે તૈયાર

author img

By

Published : Mar 9, 2021, 9:43 AM IST

Updated : Mar 9, 2021, 12:55 PM IST

  • ભરૂચમાં નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ
  • 250 કરોડના ખર્ચથી 27 મહિનામાં રેકોર્ડબ્રેક સમયમાં નિર્માણ પૂર્ણ થશે
  • વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેથી 2023માં હાઇવે પર ટ્રાફિક 60 ટકા ઓછો થશે

ભરૂચ: નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે, નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ 3 એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે.

નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ 2023માં થશે તૈયાર
નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ 2023માં થશે તૈયાર

આ પણ વાંચો: ઓખા-બેટ દ્વારકા વચ્ચે રૂપિયા 900 કરોડના ખર્ચે બની રહ્યો છે સિગ્નેચર બ્રિજ

બ્રિજની સુંદરતા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની લાઇટીંગ વ્યવસ્થા

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજને 7 માર્ચ 2021ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમોટરના સેક્શનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાય શેપમા 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાયો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે. નર્મદા નદી પર બની રહેલો બ્રીજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રીજની સુંદરતામાં વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ લાઇટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: વાપીમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા બનશે 2 નવા બ્રિજ

ભારતના પહેલા 8 લેન કેબલ બ્રિજની વિશેષ માહિતી

  • 2.22 KM કુલ લંબાઇ
  • 1020 એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ
  • 21.25 મીટર પહોળાઇ (એક તરફ 4 લેનમાં)
  • 400 અને 600 મીટરના બન્ને તરફ વાયડક
  • 48 મીટર સ્પાનની લંબાઈ
  • 16 વાય શેપનાં પાઇલોન (ટાવર)
  • 13 મીટર ડેકથી ટાવરની ઉંચાઇ અને 33 મીટર જમીનથી
  • 216 પીળા કેબલ 8 સ્પાન પર
  • 25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ
  • 1 પીળા કેબલમાં 31 થી 55 કેબલ (15.2 એમ.એમ.નાં)
  • 1100 ટન 1 કેબલની ભાર વહન કરવાની ક્ષમતા
  • 100 વર્ષ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય
  • 250 કરોડ બ્રિજનો કુલ ખર્ચ
  • 2018 ડિસેમ્બરમાં કામગીરી શરૂ
  • 2021 જૂને બ્રિજ પૂર્ણ થશે
  • 90 ટકા કામ પૂર્ણ

Last Updated : Mar 9, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.