ETV Bharat / state

અંકલેશ્વરમાં તસ્કરોએ 8 દુકાનોના તોડયા તાળા - Rajkamal Complex

અંકલેશ્વર નગરપાલિકા કચેરી નજીક આવેલા રાજકમલ કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા. એક બાદ એક એમ 8 દુકાનોના તાળાં તોડ્યા હતા.

અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા,  8 દુકાનોના તાળાં તૂટ્યા

author img

By

Published : Oct 31, 2020, 2:24 PM IST

  • અંકલેશ્વરમાં એક જ રાતમાં 8 દુકાનોના તાળાં તૂટ્યા
  • તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

ભરૂચઃ અંકલેશ્વર ખાતે નગરપાલિકા કચેરીની નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં એક જ રાતમાં 8 દુકાનોના તાળાં તૂટ્યા હતા. આ દુકાનોમાંથી કોઈ મોટી મત્તાની ચોરી થઈ નથી. ચોરી કરવા આવેલા તસ્કરો નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા હતા.

તસ્કરોએ 8 દુકાનોના તાળાં તોડ્યા

અંકલેશ્વર નગરપાલિકા કચેરી નજીક આવેલા રાજકમલ કોમ્પ્લેક્ષમાં ગત રાતે તસ્કરો ત્રાટક્યા હતા. એક બાદ એક એમ 8 દુકાનોના તાળાં તોડ્યા હતા. તસ્કરોએ તમામ દુકાનમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી અને તમામ દુકાનોમાંથી અંદાજિત 15 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

તસ્કરો CCTVમાં થયા કેદ

બનાવની જાણ થતાં જ દુકાનદારોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. નજીકમાં લાગેલા CCTVની ચકાસણી કરતાં તસ્કરો CCTVમાં કેદ થયા હતા. પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, શિયાળાની હજુ શરૂઆત થઈ છે, ત્યારે હાલથી જ અંકલેશ્વર પંથકમાં ચોરીઓના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચોરીઓની ઘટના અટકાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી લાગણી શહેરીજનોમાં જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.