ભરૂચઃ જિલ્લાના વાલિયા વટારીયા ખાતે આવે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા હેન્ડ સેનીટાઈઝરનું ઉત્પાદન શરૂ કરાયું છે.
વાલિયાના વટારીયા ખાતે આવે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોને સસ્તા ભાવે સેનેટાઈઝર મળી રહે એ હેતુથી ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. મંડળીએ પોતાના ડિસ્ટીલરી યુનીટમાંથી ઉત્પન્ન થતા ઇથાઇલ આલ્કોહોલમાંથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની માર્ગદર્શિકા મુજબનું હેન્ડ સેનીટાઈઝરનું ઉત્પાદન તાત્કાલિક શરૂ કરી દીધું છેે.
ગણેશ સુગર દ્વારા અત્યાર સુધીમાં એક લાખ બોટલનું ઉત્પાદન કરી દેવામાં આવ્યું છે. સુગર મંડળી દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હેન્ડ સેનીટાઈઝર પહોંચાડી ૧૦૦ એમ.એલ. બોટલના 35 રૂપિયામાં ગ્રાહકો સુધી પહોચાડવામાં આવી રહ્યું છે. સુગર મંડળી દ્વારા જિલ્લાના ઉદ્યોગ ગૃહોને વિનંતિ કરી સીએસઆર ફંડ દ્વારા દક્ષિણ ગુજરાતના આર્થિક પછાત વિસ્તારોમાં વિનામૂલ્યે સેનીટાઈઝર પહોંચાડવા માટે પણ તજવીજ થઈ રહી છે.