ETV Bharat / state

ભરૂચ: વાલિયાના કોંઢ ગામ નજીક અકસ્માતમાં 7 ગાયનાં મોત - અજાણ્યો ટ્રક ડ્રાઈવર

ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા 7 ગાયને અડફેટે લેતા તમામના ગાયના મોત થયા હતા.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Jun 16, 2020, 7:52 AM IST

ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા 7 ગાયને અડફેટે લેતા તમામના ગાયના મોત થયા હતા. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર વાલિયાના કોંઢ ગામ નજીકથી ગાયનું ધણ પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પુર ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે ગફલત ભરી રીતે ટ્રક હંકારી ગાયના ધણને અડફેટમાં લીધું હતું. જેમાં 7 ગાયના ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે અન્ય 4 જેટલી ગાયને ઈજા પહોચી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ગાયના મૃતદેહને બાજુ પર ખસેડાયા હતા. વાલિયા પોલીસે બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.