ETV Bharat / state

ભરૂચ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી - તાલુકા પંચાયત

ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં પહેલી વાર 26 વર્ષે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતીએ ભાજપે સત્તા મેળવી છે તેમજ ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાના પ્રમુખ અને 9 તાલુકા પંચાયતના પ્રમુખની નિયુક્તી કરવામાં આવી છે.

26 વર્ષે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતીએ ભાજપે સત્તા મેળવી

author img

By

Published : Mar 18, 2021, 6:11 PM IST

  • 26 વર્ષે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતીએ ભાજપે સત્તા મેળવી
  • નેત્રંગ તાલુકા પંચાયતમાં 1 કોંગી સભ્યના ટેકાથી BJPએ સત્તા મેળવી
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને BTPનો વાઈટ વોસ થયો

ભરૂચ: જિલ્લાના ઈતિહાસમાં પહેલી વાર BJPએ ભરૂચ જિલ્લા પંચાયત સાથે 4 પાલિકા અને 9 તાલુકા પંચાયત કબ્જે કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને BTPનો વાઈટ વોસ થઈ ગયો હતો. ભાજપે જિલ્લાની તમામ 4 પાલિકા, અને 26 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં રેકોર્ડ બ્રેક બહુમતી હાંસલ કરી હતી સાથે જ 9 તાલુકા પંચાયત પૈકી 8માં ભાજપ બહુમતી સાથે આગળ રહ્યું હતું. નેત્રંગ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પેકી 8 BJP, 5 BTP અને 3 કોંગ્રેસને મળી હતી.

આ પણ વાંચો: ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત

16 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા

નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન હાંસલ કરવાના ખેલમાં મંગળવારે 16 સભ્યો પેકી 13 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં BTPનો 1 સભ્ય વસુંધરા મનોજ વસાવા અને કોંગ્રેસના 2 સભ્ય સુભાષ વસાવા અને ઊર્મિલાબેન વસાવા ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચો: કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

ચૂંટણીમાં ભાજપનો 9 મત અને BTPને 4 મત મળ્યા હતા

નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા બનાવવા માટે બહુમતી 9 પૈકી ભાજપ પાસે 8 હોવાથી કોંગ્રેસના આંજોલી બેઠકના દિનેશ શંકર વસાવાના ટેકાથી BJPનું બોર્ડ બન્યું હતું. નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કોયલી-માંડવી બેઠકના લીલાબેન માનસંઘ વસાવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે કરેઠા બેઠકના વંદન કરણ વસાવા ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીમાં ભાજપનો 9 મત અને BTPને 4 મત મળ્યા હતા.

  • ભરૂચ જિલ્લાની 4 નગર પાલિકાના પ્રમુખ
નગરપાલિકા નગર પાલિકાના પ્રમુખ
ભરૂચ અમિત ચાવડા
અંકલેશ્વરવિનય વસાવા
આમોદ મહેશ પટેલ
જંબુસરભાવના રામીની
  • 9 તાલુકા પંચાયતના પ્રમુખ
તાલુકા પંચાયતતાલુકા પંચાયતના પ્રમુખ
ભરૂચમોના પટેલ
અંકલેશ્વરઅરવિંદ પટેલ
હાંસોટગેમલસિંહ પટેલ
ઝઘડીયારીના વસાવા
વાલિયાસેવંતુ વસાવા
આમોદરોનક પટેલ
જંબુસરઅંજુબહેન સિંધા
વાગરા કોમલ મકવાણા
  • ભરૂચ જિલ્લા પંચાયત
પ્રમુખઅલ્પા પટેલ
ઉપપ્રમુખભરત પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.