ETV Bharat / state

ભરૂચમાં Remdesivir injectionના કાળાબજારીઓને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલાયા - Bharuch News

કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસીવીરના ઈન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સતત વધતા કેસ સામે ઓછા ઉત્પાદનના કારણે લોકો સ્વજનોના જીવ બચાવવા ગમે તે કિંમતે ઇન્જેક્શનની ખરીદી કરવા તૈયાર થતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ કમાણીનો વેપલો શરૂ કરી દીધો હતો.

Bharuch Breaking News
Bharuch Breaking News
author img

By

Published : Jun 10, 2021, 10:54 PM IST

  • ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા
  • PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલવાનો રાજ્યમાં પ્રથમ કેસ
  • ભરૂચ પોલીસે પિતા-પુત્ર સહીત 5ને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલ્યા

ભરૂચ: ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશને મે મહિનામાં ખાસ ઝુંબેશ હાથ ધરી વાયરલ લોડ ઓછો કરવાના પ્રયાસરૂપે ઉપયોગમાં લેવાતા રેમડેસીવીરના કાળાબજારીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી. જેમાં આરોગ્યકર્મી સહીત 5 લોકોને બે અલગ અલગ કિસ્સાઓમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ

આ શખ્સો કટોકટીના સમયે રેમડેસીવીરના ઇન્જેક્શનની કાળાબજારી કરી પૈસા પડાવતા હતા

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકેટર જે. એન. ઝાલાને આરોગ્યકર્મી મકબુલ ચૌહાણ તેના પુત્ર મુબીન મારફતે રેમડેસીવીરના ઇન્જેક્શન ઊંચી કિંમતે કાળાબજાર કરી વેચતો હોવાની બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણની ટીમે છટકું ગોઠવી પિતા–પુત્રને ઝડપી પડ્યા હતા. ઈન્જેક્શનના ખરીદદાર તરીકે પોલીસે મુંબઇનનો સંપર્ક કરી ડિલિવરી આપતા સમયે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. મુબીનના પિતા એક ખાનગી હોસ્પિટલમાં આરોગ્યકર્મી હતા. જેમની બાદમાં તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અપૂરતો છે, થોડા દિવસોમાં પુર્તિ થઈ જશે: જૂનાગઢ જિલ્લા કલેક્ટર

અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જેલમાં ધકેલાયા

બીજા કિસ્સામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર કરણસિંહ મંડોરાને જંબુસર બાયપાસ વિસ્તારના મેડિકલ સ્ટોર ઉપર ઊંચી કિંમતે અને સરકાર સિવાય કોઈના પણ દ્વારા વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચવામાં આવતા હોવાની માહિતી મળતા PSI નરેશ ટાપરીયાની ટીમે વોચ ગોઠવી ઈન્જેક્શનની લેવડ–દેવડ દરમ્યાન રેડ કરી ત્રણ શખ્સોને ઝડપી પડ્યા હતા. આ શકશો મેડિકલ સ્ટોર ઉપર આ ઈન્જેક્શનના વેચાણ માટે મનાઈ હોવા છતાં ઈન્જેક્શનનું વેચાણ કરતા હતા. પ્રિન્ટેડ પ્રાઇસ કરતા ઊંચા દામ વસૂલી લોકોને ચૂનો ચોપડતા હતા.

PBM એક્ટ હેઠળ નોંધાયો ગુનો

ભરૂચ પોલીસે આ પાંચેય શખ્સો વિરુદ્ધ The Prevention of Blackmarketing and Maintenance of Supplies of Essential Commodities Act, 1980 હેઠળ જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ કાર્યવાહીની દરખાસ્ત મૂકી હતી. જે ઉપર મંજૂરી મહોર મારી જિલ્લા મેજિસ્ટ્રેટે પાંચેયને જેલ ભેગા કરવા હુકમ કર્યો હતો. આ પાંચ શખ્સોને અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જેલમાં ધકેલાયા છે. રાજ્યમાં રેમડેસીવીર દવાના કાળાબજારીઓને PBM હેઠળ જેલમાં ધકેલાયાનો આ પ્રથમ કિસ્સો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.