ભરૂચ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના (Monsoon Gujarat 2022)પગલે જિલ્લામાં તારીખ 11 અને 12 એમ બે દિવસ માટે રેડ એલર્ટ ( Red alert in Bharuch)આપવામાં આવ્યું છે. આ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીને ( heavy rains in Bharuch)લઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં લોકોને તાકીદે ખસી જવા વિનંતી કરેલ છે. ભરૂચ જિલ્લાની તમામ જનતાને ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ જાતનું જોખમ લેવું નહીં અને બિનજરૂરી પ્રવાસ ન કરવા માટે જણાવેલ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મેઘમહેર યથાવત, TRBના જવાનો ખાડા પૂરતા નજરે ચડ્યા
ભરૂચમાં ભારે વરસાદની આગાહી - ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા (Red alert for two days in Bharuch)આજરોજ અને આવતીકાલે આમ બે દિવસ ભારેથી ભારે ભરૂચ જિલ્લામાં વરસાદ (monsoon 2022 in gujarat)પડવાનો હોવાની આગાહીના પગલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ઉચ્ચ બેઠક કરી હતી. ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના નિશાન વાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં લોકોએ તકેદારી રાખી પાણી ભરાય તે પહેલા પોતાના માલ સામાન સાથે સલામત સ્થળે ખસી જવું અને બિનજરૂરી મુસાફરી ન કરવા અંગે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડ જળબંબાકાર : આકાશી ભયાનક દ્રશ્યો આવ્યા સામે, VIDEO
ભરૂચમાં રેડ એલર્ટ - જિલ્લામાં કેટલાક નદી કાંઠાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને મીડિયાના માધ્યમથી એમ પણ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘટના બને તો તાત્કાલિક ધોરણે અધિકારીઓનો સંપર્ક કરવો અને અમને જાણ કરવી. ઈમરજન્સી માટે ભરૂચ કલેકટર દ્વારા પોલીસ વિભાગ હવામાન વિભાગ અને જિલ્લા કલેકટર તરફથી કંટ્રોલ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલ નંબર ઉપર ફોન કરીને અધિકારીઓને જણાવવા કહ્યું છે.