- ભરૂચમાં રાકેશ ટિકૈતનું કરાશે સ્વાગત
- તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે
- ભરૂચમાં પણ વિવિધ સ્થળોએ કરાશે સ્વાગત
- ખેડૂત આગેવાનો દ્વારા અપાઈ માહિતી
ભરૂચ: કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકૈત આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા ભરૂચ જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચનાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ખેડૂત આગેવાનોએ રાકેશ ટિકૈતના ભવ્ય સ્વાગતનાં ભાગ રૂપે બેઠક કરી ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા
ભરૂચમાં બે સ્થળોએ યોજાશે કાર્યક્રમ
રાકેશ ટિકૈત બારડોલી જતી વેળાએ ભરૂચના ખેડૂતો પણ તેમની સાથે જોડવાના છે. નબીપુર નજીક આવેલા લુવાર ગુરુદ્વારાની તેઓ મુલાકાત લેશે, ત્યાર બાદ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે તેઓનું સ્વાગત કરાશે.
આ પણ વાંચો : જૂનાગઢના ખેડૂતોએ રાકેશ ટિકૈતની ગુજરાતની મુલાકાતને આવકારી
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજની યોજાઈ બેઠક
સ્વાગતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્ર કરમરિયાની આગેવાનીમાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકારી ક્ષેત્રે જોડાયેલા સંદીપ માંગરોલા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.