ભરુચ ભરૂચમાં નવરાત્રી ( Navratri 2022 ) ના બીજા નોરતે વરસાદની એન્ટ્રી થતા ગરબા આયોજકો અને ખેલૈયાઓના રંગમાં ભંગ વરસાદે (Rain in Bharuch )પાડ્યો છે. ભરૂચમાં દસ દિવસના વિરામ બાદ આજરોજ ભરી બપોરે ધોધમાર વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયાં છે.
ખેલૈયાઓ નિરાશ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં વરસાદી વાદળો સર્જાતા હતા પરંતુ વરસાદ વરસતો ન હતો. ત્યારે ગરબા આયોજન અને ખેલૈયાઓએ પ્રથમ નોરતે મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં. પરંતુ નવરાત્રીના બીજા નોરતે ભરૂચમાં અચાનક ધોધમાર વરસાદ ( Weather update Bharuch ) વરસતા ગરબા ખેલૈયાઓ અને ગરબાના આયોજકો મૂંઝવણમાં મુકાયા હતાં.
સાંજ સુધીમાં વરસાદ બંધ થવાની આશા વરસાદ વરસતાની સાથે ભરૂચ શહેરના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતું થયું હતું. જો વરસાદ સાંજ સુધી ચાલુ રહેશે. તો બીજા નોરતે જ ગરબા રમવા નહીં મળે તેવો માહોલ સર્જાશે.