ઉત્તરાયણનાં પર્વ પર પતંગના દોરાથી પશુ પક્ષીઓ ઘવાતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષથી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તે માટે ભરૂચ વન વિભાગ દ્વારા શહેરની શ્રવણ ચોકડી ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં વિવિધ સંસ્થાના સભ્યો અને વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. પતંગનાં દોરાથી પક્ષીઓ સલામત રહેએ માટે માર્ગદર્શન આપવામાં આવ્યં હતું.