ETV Bharat / state

Bharuch News: પર્યાવરણની જાળવણી બચાવવા અંતર્ગત ઉધોગપતિઓ પાસે લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા - Sustainable Food System

અંકલેશ્વર ખાતે જીપીસીબી દ્વારા G20 અંતર્ગત મિશન લાઇફ સંવાદ યોજાયો હતો. જેમાં મિશન લાઇફ સંવાદમાં અંકલેશ્વરના ઉધોગપતિઓએ ભાગ લીધો હતો.આ સંવાદમાં પર્યાવરણ અને પાણી બચાવો જેવા સાત મુદ્દાઓ અંગે જાગૃતતા લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર જીપીસીબી ના આર.ઓ વિજય રાખોલીયા સાહેબે પર્યાવરણ બચાવવા અંગે માહિતી આપી હતી.

પર્યાવરણની જાળવણી બચાવવા અંતર્ગત  ઉધોગપતિઓ પાસે લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા

author img

By

Published : May 19, 2023, 3:58 PM IST

પર્યાવરણની જાળવણી બચાવવા અંતર્ગત ઉધોગપતિઓ પાસે લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા

અંકલેશ્વર: આજના સમયમાં પર્યાવરણની જાળવણી રાખવી ખુબ જરૂરી છે.જેને લઇને મોટા ભાગના લોકોએ પર્યાવરણને લઇને જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવા જોઇએ. પર્યાવરણની જાળવણી અંતર્ગત અંકલેશ્વરમાં ઉધોગપતિઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. જીપીસીબી દ્વારા પર્યાવરણની જાળવણી અને તેને બચાવવા અંતર્ગત મિશન લાઇફની સંવાદ યોજી ઉધોગપતિઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.પર્યાવરણને બચાવવા અને જાળવણી કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે COP26ની બેઠકમાં મિશન લાઇફ ( પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી ) ને ભારતની આગેવાની હેઠળ વિશ્વસ્તરે mass movement ( જન ચળવળ ) રજૂઆત કરવામાં આવેલ હતી.

ભાર આપવામાં આવ્યો: મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણને બચાવવા અને તેની જાળવણી કરવા માટે ઊર્જા બચાવો, પાણી બચાવો,સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવો,સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ અપનાવવી, કચરાનું જનરેશન ઘટાડવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, ઈ- વેસ્ટ જનરેશન ઘટાડવું જેવા મહત્વના સાત મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો છે. ઉદ્યોગપતિઓ પાસે પર્યાવરણની જાળવણી અને બચાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ઉદ્યોગપતિઓને પ્રતિજ્ઞા: અંકલેશ્વર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ સંવાદમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના R.O વિજય રાખોલીયા સાહેબ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક નગરીના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન ઊર્જાનો બચાવ કેવી રીતે કરવો? પાણીનો બચાવ કેવી રીતે કરવો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જેવા સાત મુદ્દાઓને લઈને ઉદ્યોગપતિઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

"કોઈપણ ઉદ્યોગપતિ વરસાદની સિઝન આવતા પહેલા પોતાના કંપનીના કમ્પાઉન્ડમાં રહેલ વરસાદી કાચની યોગ્ય રીતે સાફ સફાઈ કરાવીને વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે બાબતે ઉદ્યોગપતિઓનું ધ્યાન દોર્યું હતું અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ માં ફ્રેશ વોટરની જો કોઈ લાઈન લીકેજ હોય તો તેને તાત્કાલિક ધોરણે લિકેસ શોધીને તે લીકેજને બંધ કરવું જેથી કરીને પાણીનો બગાડ ન થાય અને પાણીનો બચાવ થાય તે અંગે પણ ધ્યાન દોર્યું હતું"-- વિજય રાખોલિયા (આર.ઓ જીપીસીબી )

સ્વસ્થ જીવનશૈલી અપનાવવી: સ્વસ્થ જીવનશૈલી અપનાવીને મનુષ્યના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે તે માટે બને ત્યાં સુધી સીઝનમાં મળતી લોકલ ચીજ વસ્તુઓ અને ખાણીપીણીની વસ્તુનો ઉપયોગ વધારવો જોઈએ. ફ્રોજન કરેલી ચીજ વસ્તુઓ ન ખાવવી, બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ તે બાબતને લઈને પણ લોકોમાં જાગૃતતા લાવવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ મોદી સરકાર દ્વારા લોકોમાં અવેરનેસ લાવવા માટે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ કાર્યક્રમો યોજાશે: અંકલેશ્વર જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવેલ પાંચ જૂન સુધી પર્યાવરણ બચાવો અને તેની જાળવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં રોડ રસ્તાની સફાઈ વરસાદી કાચની સફાઈ પર્યાવરણ બચાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવા સાયક્લોથોન યોજવામાં આવશે. તળાવની યોગ્ય સાફ સફાઈ વગેરે અલગ અલગ કાર્યક્રમો સુધી કરવામાં આવશે. જેથી કરીને લોકોમાં પર્યાવરણની જાળવણી બાબતે જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે.

  1. Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર આચર્યું દુષ્કર્મ
  2. Bharuch News : આલીયાબાનુને પીએમ મોદીની મદદની ખાતરીને પાળી બતાવતું ભરુચ તંત્ર, કલેક્ટર સહિત 200 કર્મીઓએ ભરી ફી
  3. Bharuch SOG Operation : ધમધમી બંગાળી બાબુઓની દર્દની દુકાનો તો SOGએ કરી નાંખ્યું ઓપરેશન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.