- અંકલેશ્વરની સગીરા સાથે નશાયુકત પીણું પીવડાવી દુષ્કૃત્ય
- મિત્રની બર્થડે પાર્ટી ઉજવ્યા બાદ પાંચ ઇસમોએ કર્યા શારીરિક અડપલા
- પોલીસે કરી પાંચ આરોપીની ધરપકડ
અંકલેશ્વર: અંકલેશ્વરમાં એક સગીરા સાથે બર્થડે પાર્ટીમાં પાંચ જેટલા નરાધમોએ શારીરિક અડપલા કાર્ય હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ સગીરાની માતાએ યુવાનો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નશાયુક્ત પીણું પીવડાવી કર્યા અડપલા
અંકલેશ્વરમાં એક સગીરા શુક્રવારે બપોરે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને વિશાલ નામના વ્યક્તિને મળી હતી. જ્યાંથી વિશાલ તે સગીરાને તેની માનીતી બહેનના ઘરે લઇ ગયો હતો અને ત્યાંથી નદીમ ખાનના ઘરે ગયા હતાં. જ્યાં આકાશ નામના તેના મિત્રની બર્થ ડે પાર્ટી હતી. તેમાં સગીરાને નશાયુકત પીણું પીવડાવવામાં આવ્યું હતું. સગીરા જયારે સવારે ઉઠી ત્યારે તેની સાથે કઈ અજુગતું થયું હોવાનું જણાતા તેણી પોતાના ઘરે પહોચી હતી. અને તેની માતાને આ અંગે જાણ કરી હતી.
સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
સગીરાની માતાએ તપાસ કરતા પોતાની દીકરી સાથે શારીરિક અડપલા થયું હોવાનું માલુમ પડતા તેણીએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમો રાહુલ વાળંદ, આકાશ પટેલ, વિશાલ મોબેરા, જયેશ વસાવા તથા નદીમ ખાન એમ પાંચ યુવાનોને ઝડપી પાડ્યા છે. તેઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે સગીરાની મેડીકલ તપાસ કરાવી છે અને પાંચેય આરોપીઓની પણ મેડીકલ ચકાસણીની તજવીજ હાથ ધરી છે.