ભરૂચ: દહેજથી ભરૂચને જોડતા નંદેલાવ બ્રીજ( Overbridge collapsed in Bharuch)આશરે 15 વર્ષથી વધુ જૂનો છે. ભરૂચ દહેજને જોડતા નંદેલાવ ફ્લાય ઓવરબ્રીજનો રેલીંગનો એક હિસ્સો ધરાશાયી (Bharuch Dahej Overbridge )થયો છે. ઓવરબ્રીજ નીચે પાર્ક કરેલા 5 થી 6 વાહનો અને કેબિન પર આ રેલીંગનો કાટમાળ પડતા(Bharuch Nandelav Bridge) કચ્ચરઘાણ વળી ગયો છે.
આ પણ વાંચોઃ નરોડા ઓવરબ્રિજના બે નામ છતાં કેમ દલિત સમાજ નારાજ
ઓવરબ્રીજની રેલીંગનો એક હિસ્સો ધરાશાયી - ભરૂચથી દહેજને જોડતો નંદેલાવ ફ્લાય ઓવરબ્રીજની રેલીંગનો (Bharuch Dahej Overbridge )એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. આ બ્રીજનો કાટમાળ બ્રીજ નીચે પાર્ક કરેલા વાહનો અને કેબિન પર પડતાં ભારે નુક્સાન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચોઃ Accident Case in Surat : વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ, CCTV ફૂટેજ આવ્યા સામે
પાર્ક કરેલા 5 થી 6 વાહનોને નુકાસાન - આ ઘટના અંગેની જાણ ભરૂચના એસ પી લીના પાટીલને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પોહચ્યા હતા. બ્રીજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને દહેજ જતાં વાહનોને ડાયવર્ઝન આપવા માટે તજવીજ હાથ ધરી હતી. આ ઘટના અંગે ભરૂચના એસ.પી લીના પાટીલ દ્વારા ભરૂચ કલેકટર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આસિસ્ટન્ટ કલેકટર અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ ફ્લાય ઓવરના કાટમાળને હટાવવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી.