ભરૂચ: ભરૂચના સરદાર બ્રિજના(bharuch sardar bridge) અંકલેશ્વર છેવાડે એક મહિલા રસ્તામાં પડેલો થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ, ત્યારે એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકી હોવાનું સામે આવ્યું, બાળકી મળી આવતાં તે પણ ધ્રુજી ઊઠી હતી અને તેણે તાબડતોડ પોલીસને જાણ કરી હતી. (parants Abandoned Defective one and half month baby on the road )
બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં: ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના સરદાર બ્રિજની(bharuch national highway ) નીચે એક થેલો પડ્યો જોઈને એ કામે લાગે એવો હોવાને કારણે મહિલા શાંતાબેન રાઠોડ એ લેવા ગયાં. ત્યારે થેલો ઉઠાવતાંની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો, અને એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકી હોવાનું સામે આવ્યું. થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં હતાં. તેમણે તાબડતોબ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇમર્જન્સી વિભાગને જાણ કરી હતી.
ખોડખાંપણ હોવાને કારણે તરછોડી હોવાનું અનુમાન: થેલામાંથી મળી આવેલી માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને તેને રમાડીને શાંત કરી હતી. બાળકીના મોઢાના ભાગે ખોડખાંપણ હોવાને કારણે તેનાં માતા-પિતાએ થેલામાં મૂકીને તરછોડી હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન ભાવુક થઈ ગયાં હતાં. ખોડખાંપણ હોવાને કારણે માતા-પિતાએ બાળકીને તરછોડી માસૂમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને સિવિલ હોસ્પિટલની નર્સોએ પણ રમાડી હતી.