ETV Bharat / state

અંકલેશ્વરમાં એક વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

author img

By

Published : May 2, 2020, 4:47 PM IST

અમદાવાદથી સુરત જતા અંકલેશ્વરના ટ્રક ચાલકનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્પેશિયલ કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ETv Bharat
Hospital

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પણ કોરોના વાઈરસનો પગ પેસારો થયો છે. અમદાવાદથી સુરત જતા ટ્રક ચાલકને કોરોના વાઈરસ પોઝિટિવ આવતા સ્પેશિયલ કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી હાંસોટ અને અંકલેશ્વર તાલુકો જ કોરોનાના કહેરથી બાકાત હતો. ત્યારે હવે અંકલેશ્વરમાં પણ કોરોના વાઈરસનો પગ પેસારો થયો છે. અંકલેશ્વરમાંથી મળી આવેલા કોરોના દર્દી 48 વર્ષીય હંસનાથ ચૌધરી ટ્રક લઈ અમદાવાદ થી વાપી જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં તેની તબિયત લથડતા અંકલેશ્વરની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેમને આજે સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ઓરેન્જ હોસ્પિટલનાં સ્ટાફ અને તબીબોને પણ કોરનટાઈન રહેવા સુચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજના નવા કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 28એ પહોંચી છે. જે પૈકી બે દર્દીના મોત થયા છે તો 21 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે ત્યારે હવે 5 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.