માહિતી પ્રમાણે, અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતા 8 વર્ષીય સ્મિત વસાવા શહેરના ભરૂચીનાકા વિસ્તારમાંથી રસ્તો ઓળંગી રહ્યો હતો. જે દરમિયાન પૂરઝડપે આવતી કારે બાળકને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જો કે, આ સમગ્ર ઘટના રોડ નજીક લગાવેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેમાં અકસ્માત જોઈ શકાય છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઇ ગયો હતો, જેથી શહેર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.