ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 9 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 114 પર પહોચી છે. જંબુસરમાં નવા 8 પોઝિટિવ કેસ સાથે ચાર જ દિવસમાં 26 પોઝિટિવ કેસ નોધાયા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ કાબૂ બહાર જઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે અને ખાસ કરીને જંબુસર પંથક કોરોના વાઇરસનું હોટસ્પોટ બની રહ્યું છે. ત્યારે આજે વધુ નવા 9 પોઝિટિવ કેસ નોધાયા છે. જે પૈકી 8 કેસ જંબુસરના છે અને 1 કેસ અંકલેશ્વરના જુના દીવા ગામનો છે.
જેમાં જુના દીવા ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જંબુસરના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો જુના દીવા ગામની મહિલાને અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જંબુસરમાં આજના નવા 8 પોઝિટિવ કેસ સાથે છેલ્લા ચાર દિવસમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે જંબુસર કોરોના વાિરસનું હોટસ્પોટ બની રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 114 પર પહોંચી છે જે પૈકી 6 દર્દીના મોત નીપજ્યા છે તો 48 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે,આ તરફ 60 લોકો સારવાર હેઠળ છે.