ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 1થી 1.50 મીટર જ બાકી છે, ત્યારે ડેમના 23 દરવાજા ખોલી 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહી છે અને પાંચ દિવસથી ભરૂચમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જે હજુ પણ યથાવત છે.
નિચાણવાળા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે તો કાંઠા વિસ્તારના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટની આસપાસ સ્થિર થઈ છે, ત્યારે ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.