ETV Bharat / state

ભરૂચમાં 5 વર્ષીય બાળકની હત્યા, અસ્થિર મગજના આરોપીની ધરપકડ - ભરૂચ પોલીસ

કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 18 વર્ષીય અસ્થિર મગજના યુવાને 5 વર્ષીય બાળકની હત્યા કરતા ચકચાર મચી છે. આ ઘાતકી હુમલા બાદ ભરૂચ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Etv Bharat, Gujarati News, Bharuch News
BHaruch News
author img

By

Published : Jul 5, 2020, 12:29 PM IST

- નેત્રંગનાં ગોરાટીયા ગામે 5 વર્ષીય બાળકની કુહાડીના 4 ઘા ઝીંકી હત્યા
- 18 વર્ષના અસ્થિર મગજના યુવાનને ઝુનુન ચઢતા ફૂલ જેવા બાળકનો લીધો જીવ
- ભરૂચ પોલીસે આરોપીની કરી ધરપકડ

ભરૂચઃ જિલ્લાના ગોરાટીયા ગામે 5 વર્ષીય બાળકની કુહાડીના 4 ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી છે. 18 વર્ષના અસ્થિર મગજના યુવાનને ઝુનુન ચઢતા ફૂલ જેવા બાળકને રહેસી નાખ્યો હતો. નેત્રંગ તાલુકાના ગોરાટીયા ગામે 5 વર્ષીય માસુમ બાળકની કરપીણ હત્યાથી ચકચાર મચી છે. ગોરાટિયા ગામે રહેતા વનેશ વસાવાનો 5 વર્ષીય પુત્ર વેદ દાદી સાથે ગામની દુકાને ગયા બાદ પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન ગામના જ 18 વર્ષીય અસ્થિર મગજના કેતને અચાનક જ પાંચ વર્ષીય બાળક વેદ પર હુમલો કર્યો હતો અને તેને કુહાડીના ઉપરા-ઉપરી ચાર ઘા ઝીંકી દીધા હતા.

Etv Bharat, Gujarati News, Bharuch News
ભરૂચમાં પ વર્ષીય બાળકની હત્યા

આ ઘટનાક્રમ જોતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકના શરીરમાં ખુપેલ કુહાડી કાઢી તેને સારવાર અર્થે વિવિધ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, ગંભીર ઈજાને પગલે બાળકનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ ઝઘડીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ આરોપી કેતન વસાવાની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપી કેતન વસાવા અસ્થિર મગજનો છે અને તેણે અગાઉ પણ એક મહિલા પર કુહાડીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. કેતનને ઝુનુન ચઢતા 5 વર્ષીય બાળકને રહેસી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.