સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવેલ 40થી વધુ વૃક્ષોનું કાપી નાખ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મકાનના વિસ્તરણ માટે ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમી ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહીવટ 1 રૂપિયાના રોકાણ ભાડે ખાનગી સંસ્થાને સોપવામાં આવ્યો છે, જે બાદ તબક્કાવાર સિવિલ હોસ્પિટલમાં વિસ્તરણનું કાર્ય ચાલી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ઘણા ઘટાદાર વૃક્ષો આવેલા છે. એક પછી એક વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જે પર્યાવરણ માટે નુકશાનકારક છે.
હાલ રાજ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને એક તરફ સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન ઘનિષ્ઠ વનીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત સેંકડો વૃક્ષોનું વાવેતર કરાયું હતું, ત્યારે બીજીતરફ વર્ષોની મહેનત બાદ ઉછરેલા વૃક્ષોને એકાએક કાપવામાં આવી રહ્યા છે. વૃક્ષો કાપવા વન વિભાગની મંજૂરી અનિવાર્ય છે. તો ઘટાદાર વૃક્ષોને કાપવાની પરવાનગી કોણે આપી એ પણ એક પ્રશ્ન છે.