ભરુચઃ ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. ધોરણ-7ના સમાજવિદ્યાનાં પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દના સ્થાને વનવાસી શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. વનવાસી શબ્દ આદિવાસીઓના બંધારણીય હિતને નુકસાન કરતો હોવાના આક્ષેપ કર્યો હતો.
ઝઘડિયાના ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ધોરણ-7ના સમાજવિદ્યાનાં પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દના સ્થાને વનવાસી શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. જેમાં છોટુ વસાવાએ જણાવ્યું છે કે, બંધારણમાં આદિવાસીઓ માટે મૂળ નિવાસી શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. જો કે કેટલાક સ્થાપિત હિતો દ્વારા છેલ્લા ઘણાં સમયથી આદિવાસસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરવાની શરૂઆત થઇ છે. જે આદિવાસીઓના બંધારણીય હિતને નુકસાન કારક છે.
ધોરણ-7નાં સમજવિદ્યાનાં પાઠ્યપુસ્તકમાં પણ આદિવાસી શબ્દના સ્થાને વનવાસી શબ્દનો પ્રયોગ છે. જેને નાબૂદ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ગભેદ અને વર્ગ વિગ્રહના નિર્માણ માટે આવા શબ્દના પ્રયોગો રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકારરૂપ બને એ પૂર્વે આદિવાસી શબ્દનો જ પ્રયોગ કરવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.