ભરુચ જંબુસરમાં રખડતા પશુઓનો આંતક યથાવત(Menace of Stray Cattle in Jambusar ) જોવા મળી રહ્યો છે. આજે સામે આવેલા સીસીટીવીમાં તેનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. શાળામાંથી પરત આવી રહેલી 6 વર્ષીય બાળકીને ગાયે ભેટીએ ચડાવી હતી. જોકે સદનસીબે બાળકીને કોઈ ગંભીર ઇજાઓ થઈ નથી. ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV of Girl injured by Stray Cattle ) સામે આવ્યાં હતાં.
આ પણ વાંચો રખડતા ઢોરનો ત્રાસ, રાજકોટ મહિલા પોલીસકર્મીઓને લીધાં હડફેટે
ઘર પાસે બાળકીને ગાયે ઉલાળી હતી રખડતા પશુઓનો આતંક ખાળવા સત્તાધીશો દ્વારા કોઇ કાળજી લેવામાં ન આવી રહી હોય તે આજની ઘટનામાં દેખાઇ આવે છે. જંબુસર પશ્ચિમ વિસ્તારમાં પિશાચ મહાદેવ રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા યોગેશભાઇ પરમારની 6 વર્ષીય પુત્રી નિશાળે અભ્યાસ કરીને અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે ઘર તરફ આવી રહી હતી. ત્યારે તેના ઘર નજીક પાછળથી એક ગાય ધસી આવી હતી અને છ વર્ષીય બાળકીને ભેટીએ ચડાવી ઉછાળી દીધી હતી. બાળકી નીચે પટકાઇ હતી.જેના સીસીટીવી સામે આવ્યાં હતાં. સદનસીબે બાળકીને કોઈ ઈજા પહોંચી ન હતી. જંબુસર નગરપાલિકા (Jambusar Municipality )સત્તાધીશો તાકીદે રખડતા પશુઓ ઉપર અંકુશ લાવે તે નગરજનોના હિતાર્થે જરૂરી છે.