ભરૂચ: દહેજ માર્ગ પર એલ.પી.જી.ભરેલું ટેન્કર પલટી જતા તંત્રમાં દોડધામ મચી હતી. અકસ્માતની જાણ ફાયર વિભાગને થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
દહેજથી ભરૂચ તરફ આવતુ LPG ટેન્કર દહેગામ નજીક અકસ્માતે પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતની લઇ તપાસ કરતા માર્ગ બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન માર્ગ પર ઉભા રહેલા રોડ સ્ટ્રેચર મશીન સાથે ટેન્કર ધડાકા ભેર અથડાયા બાદ ટેન્કર પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતને પગલે ટેન્કરમાંથી ગેસ લીક થયો હતો.જેના કારણે માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લીકેજ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ સમગ્ર અક્સમાતને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.