ભરૂચઃ 21 દિવસ માટે સમગ્ર દેશ લોકડાઉન છે. આ લોકડાઉનની જાહેરાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 8 વાગે કરી હતી જે રાત્રીના 12 વાગ્યા પછી લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન અંતર્ગત તમામ જાહેર તથા ખાનગી ટ્રાન્સપોર્ટેશન બંધ કરાવવામાં આવ્યા છે. જે કારણે કોઈ એક જગ્યાએથી બીજી તરફ ન જઈ શકે.
આ લોકડાઉન વચ્ચે સૂરતથી એક યુવાન તેના દિવ્યાંગભાઈને ઊંચકીને પોતાના વતન કવાટ જઈ રહ્યો છે. આ યુવાન હાલ અંકલેશ્વર પહોંચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કોરોના વાઈરસના કહેરના પગલે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે વેપાર રોજગાર બંધ થઈ ગયા છે. રોજગારીનો કોઈ જ વિકલ્પ ન રહેતા ગામમાંથી શહેરમાં વસેલા શ્રમજીવીઓએ ટ્રાન્સપોર્ટેશનનાં અભાવે પગપાળા વતન તરફ પ્રયાણ કર્યું છે. અંકલેશ્વર નજીક હાઈવે પર આ દયનીય દ્રશ્યો જોવા મળ્યા હતા.
પોતાના વતન કવાટ જવા માટે એસ.ટી.બસ કે અન્ય કોઈ વાહન ઉપલબ્ધ્ધનાં થતા એક યુવાન પોતાના દિવ્યાંગ ભાઈને ઊંચકીને સૂરતથી અંકલેશ્વર 65 કિલોમીટર ચાલી અંકલેશ્વર પહોંચ્યો હતો. આ યુવાન ચાલતા જ કવાટ પહોંચશે. તંત્ર આવા શ્રમજીવીઓ માટે કોઈ જ વાહનની પ્રકારની વ્યવસ્થા કરી નથી.