ભરૂચઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આવતી કાલથી વીજ તબક્કાનું લોકડાઉન શરૂ થશે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે. લોકડાઉનનાં સમયમાં પણ ફાર્મા સહિતના ઉદ્યોગો ચાલુ રાખવા તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

ઔદ્યોગિક વસાહતમાં લોકોની અવર જવર રહે છે. નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા જીઆઈડીસીમાં પ્રવેશવાના વિવિધ 6 માર્ગો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત એન્ટ્રસ ગેટથી અંદર પ્રવેશતા લોકોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.