ભરૂચઃ ભરૂચના માતરીયા તળાવ ખાતે આયોજિત વન મહોત્સવમાં સુરતના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યાં હતા, ત્યારે તેમણે અમદાવાદની આગની ઘટના અંગે નિવેદન આપ્યું હતું કે, હું આ દુર્ધટનાને વખોડી અને દુ:ખ વ્યક્ત કરું છું.
વધુમાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના અહેવાલ બાદ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.