- 1 મેની રાત્રિએ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગી હતી આગ
- અગ્નિકાંડમાં 18 લોકોના થયા હતા મોત
- 9 ટ્રસ્ટીઓની ધરપકડ પણ કરવામાં આવી
ભરૂચ: જિલ્લાના મહમદપૂરા વિસ્તારમાં આવેલા પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેની રાત્રિએ ICU વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 16 દર્દી અને 2 નર્સ સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. આ મામલે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા 9 ટ્રસ્ટીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ટ્રસ્ટીઓ સામે બેદરકારીનો ગુનો નોંધાયો
તપાસ પંચના સભ્યોએ લીધી ઘટના સ્થળની મુલાકાત
અગ્નિકાંડની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચની રચના કરવામાં આવી હતી, ત્યારે તપાસ પંચના નિવૃત જસ્ટીસ ડી.એ.મહેતા આજરોજ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેઓ સાથે સચિવ ગિરિરાજ ઉપાધ્યાય, ડિસ્ટ્રીકટ ગવર્મેન્ટ પ્લીડર હિતેશ રાવલ, ભરુચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા, એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાં પણ જોડાયા હતા.
આ પણ વાંચો: ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ
ઘટના સ્થળનું થયું નિરીક્ષણ
જે સ્થળે આગ ફાટી નીકળી હતી. એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ભરૂચ વહીવટી તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. આવનારા દિવસોમાં પંચ દ્વારા આ અંગેનો રિપોર્ટ આપવામાં આવશે.