ભરૂચઃ જિલ્લામાં જંબુસર કોરાનાનું હોટસ્પોટ બનતા અલમહેબુબ હોસ્પિટલને ડીસ્ટ્રીકટ કોવીડ હેલ્થ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.
જિલ્લામાં કોરના વાઇરસના 161 પોઝિટિવ કેસ છે, જેમાંથી જંબુસર પંથકમાં જ કોરોનાના 57 પોઝિટિવ કેસ નોધાયા છે. વડોદરા કનેક્ટીવીટી ધરાવતા જંબુસરમાં કોરોનાના વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. જંબુસરના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે 70 કી.મી દુર અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયા બેન મોદી હોસ્પિટલમાં ખસેડવામા આવે છે, અથવા 50 કી.મી દુર વડોદરામાં ખસેડવામાં આવે છે, જે અત્યંત જોખમી બની રહ્યું છે.
ત્યારે જંબુસરમાં જ આવેલા અલમહેમુદ જનરલ હોસ્પિટલને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડીસ્ટ્રીકટ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે. જ્યાં કોરોનાની વિનામુલ્યે સારવાર કરવામાં આવશે. જંબુસર અને આસપાસનાં ગામના લેવલ-2 કોરોના પોઝિટિવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.