ભરૂચ: વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની અસરના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અઈોસોલેશન વોર્ડ શરુ કરાયો છે. સમગ્ર વિશ્વમાં 4 હજાર કરતા વધુ લોકોને ભરખી જનાર જીવલેણ કોરોનાં વાયરસની અસરના પગલે ફફડાટ ફેલાયો છે. આ જીવલેણ રોગે ભારત અને બાદમાં ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. ત્યારે ભરૂચ જીલ્લાનું આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા અઈશોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. જેમાં મલેશિયા અને સિંગાપુરનાં પ્રવાસથી આવેલ પતિ પત્નીને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે, અને તેઓના રીપોર્ટ અમદાવાદની બી .જે.મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે.તંત્ર દ્વારા વિદેશ પ્રવાસથી આવેલા લોકોને ઓબઝર્વેશન માટે રાખવામાં આવી રહ્યા છે, અને તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.