ભરૂચ: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ગુજરાત સરકાર શનિવારે ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ પર સેમિનારની યજમાની કરી હતી. ભરૂચ ખાતેના યોજાયેલા આ સેમિનારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન મનસુખભાઈ માંડવિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત આ સેમિનારમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગના અગ્રણીઓ પણ ભાગ લીધો હતો.
-
Live: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ - FutureChem Gujarat સમિટનો શુભારંભ. https://t.co/d3vGgzzR83
— CMO Gujarat (@CMOGuj) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ - FutureChem Gujarat સમિટનો શુભારંભ. https://t.co/d3vGgzzR83
— CMO Gujarat (@CMOGuj) December 23, 2023Live: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ - FutureChem Gujarat સમિટનો શુભારંભ. https://t.co/d3vGgzzR83
— CMO Gujarat (@CMOGuj) December 23, 2023
‘ફ્યૂચરકેમ ગુજરાત: શેપિંગ ટુમૉરો કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી શીર્ષક હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો ઉદ્દેશ્ય રાજ્યના રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ટકાઉ ભાવિ માટે એક રોડમેપ તૈયાર કરવાનો તેમ જ નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને સાથે લાવવાનો છે. મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ આ અંગેની વિગતો આપી હતી અને ભારતના "પેટ્રો કેપિટલ" તરીકે ગુજરાતના ગૌરવને રેખાંકિત કર્યું. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સના સંદર્ભમાં રાજ્યના વ્યૂહાત્મક ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યપ્રધાનનું સંબોધન: જ્યારે આ સેમિનારમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના યોગદાનનું મહત્વ દર્શાવ્યું હતું. મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વના દેશોની નજર ભારત પર છે, જેનું કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ દરેક સેક્ટર ગ્રોથ નવી ઉંચાઈઓને પાર કરી રહ્યો છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વનો લાભ છેલ્લાં 2 દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં એક સંકલ્પ કર્યો હતો દુનિયામાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં હોય, તેથી તેમને ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને પ્લેટફોર્મ આપવા વર્ષ 2003માં વાયબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપેલું, અને તેમના જ દિશા-નિર્દેશનમાં બે દાયકાની સફળતા પાર કરીને 2024માં ગેટવે ફોર ધ ફ્યૂચરની થીમ સાથે વાયબ્રન્ટ સમિટ 2024 યોજી રહ્યાં છે.