ભરૂચ: ભરૂચમાં નેત્રંગના કેલ્વીકુવા ગામે દીપડો પાણીના સંપમાં પડતા દોડધામ મચી ગઇ હતી. વન વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી દીપડાને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.
નેત્રંગના કેલ્વીકુવા ગામના ખેડુત મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલે તેમના ખેતરમાં પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે. જ્યાં રાત્રીના સમયે એક દીપડો પહોચ્યો હતો અને કોઈક કારણોસર દીપડો સંપમાં પડી ગયો હતો. આ અંગેની જાણ ખેડુતને થતા તેણે વન વિભાગને જાણ કરી હતી.
વન વિભાગની ટીમે ઘટના સ્થળે આવી રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને બહાર કાઢી તેનો જીવ બતાવ્યો હતો.જો કે રાત્રીના અંધકારમાં દીપડો જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો.