ભરૂચ: અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં 4 દર્દી સારવાર હેઠળ હતા. જે ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્મચારી હતા. તેઓને કોરોનાની સારવાર પૂર્ણ થતાં રજા આપવામા આવી છે.
![ભરૂચમાં કોરોના વાઇરસના વધુ ચાર દર્દીને સારવાર દરમિયાન સાજા થતા રજા આપાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-corona4dardisaja-vis-7207966_25042020155514_2504f_1587810314_938.jpg)
ભરૂચમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે છેલ્લા બે દિવસથી રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં 7 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવ્યા બાદ વધુ ચાર દર્દી સાજા થતા તેઓને હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગગડાટ વચ્ચે અભિવાદન વર્ષા સાથે રજા આપી હતી. સાજા થયેલા તમામ ચાર દર્દી ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છે. જેઓના નામ પર એક નજર કરીએ તો
![ભરૂચમાં કોરોના વાઇરસના વધુ ચાર દર્દીને સારવાર દરમિયાન સાજા થતા રજા આપાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-corona4dardisaja-vis-7207966_25042020155514_2504f_1587810314_938.jpg)
1 ડો.બ્રિજેશ પટેલ-ભરૂચ
2 રાજેશ મહેતા-ભરૂચ
3 અંકિતા રાણા-વાલિયા
4 કિંજલ ગોહિલ- વાલિયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 25 પોઝિટિવ કેસ પૈકી 2 દર્દીના મોત થયા છે તો 14 દર્દી સાજા થતા હવે 9 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
![ભરૂચમાં કોરોના વાઇરસના વધુ ચાર દર્દીને સારવાર દરમિયાન સાજા થતા રજા આપાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-corona4dardisaja-vis-7207966_25042020155514_2504f_1587810314_989.jpg)