ભરૂચમાં શ્વાનનો આતંક વધ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ભરૂચમાં ખસ્સીકરણ યોજના અને શ્વાનને બચ્ચાઓ સાથે ખસેડવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા દિવસે અને દિવસે વિકટ બનતી જાય છે. ભરૂચમાં સરેરાશ રોજના 10 થી 12 લોકો શ્વાનનો શિકાર બને છે.
ભરૂચ પાલિકાએ રખડતા પશુઓ માટે એજન્સીની નિમણુંક કરી છે. પરંતુ ચિંતાજનક સ્તરે પહોંચતા શ્વાનના કરડવાના બનાવ એજન્સીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે.ભરૂચમાં 14 દિવસમાં શ્વાન કરડવાનાં 162 બનાવો નોધાયા છે. સરેરાશ રોજના10 થી વધુ લોકોને કરડતા શ્વાનની વધતી સંખ્યા હવે ચિંતાનો વિષય બન્યો છે.