ETV Bharat / state

અંકલેશ્વરમાં પાંચ વર્ષની બાળકી સાથે યુવાને દુષ્કર્મ આચર્યું - News of bharuch district

અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે રહેતી 5 વર્ષીય બાળકીને યુવાને રમવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અંકલેશ્વર
અંકલેશ્વર
author img

By

Published : Nov 21, 2020, 7:21 PM IST

  • અંકલેશ્વરમાં 5 વર્ષીય બાળકી સાથે યુવાનને આચર્યું દુષ્કર્મ
  • બાળકીના પિતાને જાણ થતાં યુવાનને માર માર્યો
  • સારવાર દરમિયાન યુવાનનું મોત થયું
  • પોલીસે મૃતક આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પીડિત બાળકીના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો

ભરૂચ: અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે રહેતી 5 વર્ષીય બાળકીને યુવાને રમવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અંકલેશ્વર તાલુકાનાં બોરભાઠા ગામમાં એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી તે દરમિયાન ફળિયામાં જ રહેતો 19 વર્ષીય યુવાન તેની પાસે આવ્યો હતો અને તેને રમવાના બહાને પટાવી ફોસલાવી મકાનની પાછળ આવેલા શૌચાલયમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ બાળકીના પિતાને થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નરાધમને લાકડી તેમજ પત્થર વડે માર માર્યો હતો.

સારવાર દરમિયાન આરોપીનું મૃત્યુ

ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે આજરોજ સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક વિરુદ્ધ ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે પોક્સો અંતર્ગત દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. સાથે જ ભોગ બનનાર બાળકીના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.