ETV Bharat / state

ભરૂચ: માસ્ક અથવા રૂમાલ બાંધ્યા વગર નીકળ્યા તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ

કોરોના વાઈરસના વધતા જતા પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને ભરૂચમાં બુધવારથી જાહેર સ્થળો પર મોઢે માસ્ક અથવા રૂમાલ બાંધવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ માસ્ક કે રૂમાલ બાંધ્યા વગર પકડાશે તો તેમની પાસે રૂપિયા 500નો દંડ વસુલવામાં આવશે.

If you go out without wearing a mask or handkerchief on your face, you will have to pay a fine of Rs. 500
ભરૂચમાં મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધ્યા વગર નિકળ્યા તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ
author img

By

Published : Apr 22, 2020, 3:14 PM IST

ભરૂચ: શહેરમાં બુધવારથી જાહેર સ્થળો પર ચહેરા પર માસ્ક કે રૂમાલ બાધવો ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. માસ્ક અને રૂમાલ બાંધ્યા વગર કોઈ વ્યક્તિ પકડાશે તો તેની પાસે રૂપિયા 500નો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના 24 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 2 વ્યક્તિના મોત થયા છે.

If you go out without wearing a mask or handkerchief on your face, you will have to pay a fine of Rs. 500
ભરૂચમાં મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધ્યા વગર નિકળ્યા તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ

આ મહામારીના સમયમાં લોકો વધુ સુરક્ષિત રહે એવા ઉમદા હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળો પર માસ્ક અથવા રૂમાલ ફરજીયાત પહેરવાનું બનાવવામાં આવ્યું છે.

માસ્ક કે રૂમાલ વગર પકડાયા તો 500 રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જાહેરનામાના પ્રથમ દિવસે ભરૂચમાં મોટાભાગનાં લોકો માસ્ક અને રૂમાલ પહેરેલા જોવા મળ્યા હતા. લોકો પોતાને અને અન્યને સુરક્ષિત રાખવા માસ્ક અને રૂમાલ અચૂક પહેરે એ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.