ETV Bharat / state

તૌકતે વાવાઝોડાની અસર - ભરૂચ જિલ્લામાંથી 2,470 લોકોનું સ્થળાંતર - હવામાન વિભાગ

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાંથી 2,470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

તૌકતે વાવાઝોડાની અસર
તૌકતે વાવાઝોડાની અસર
author img

By

Published : May 17, 2021, 5:32 PM IST

  • ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો
  • ભરૂચ જિલ્લામાંથી 2,470 લોકોનું સ્થળાંતર
  • ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 29 ગામોને સાવચેત રહેવાની સૂચના

ભરૂચ : ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર તૌકેતે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે જેના પગલે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લામાં પણ લાંબો દરિયાઈ વિસ્તાર આવેલો છે ત્યારે જિલ્લાના 3 તાલુકાના 29 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યારસુધીમાં 2470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાંથી 2,470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું

આ પણ વાંચો - ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ

હાંસોટમાં 496, વાગરમાં 1341, જબુસરમાં 683 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વાવાઝોડાને પગલે હાંસોટમાં 496, વાગરમાં 1341, જબુસરમાં 683 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે દહેજ બંદરે 4 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા પ્લાન્ટ ઠપ્પ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે.

તૌકતે વાવાઝોડાની અસર
તૌકતે વાવાઝોડાની અસર - ભરૂચ જિલ્લામાંથી 2,470 લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાના પગલે માંડવી તંત્ર બન્યું સતર્ક, 3610 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લામાં મધ્યમ ગતિએ પવન

કોવિડ હોસ્પિટલોમાં જનરેટરનું બેકઅપ અપાયું છે. હાલ ભરૂચ જિલ્લામાં મધ્યમ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈકાલ સાંજથી અત્યારસુધીમાં વૃક્ષઓ ધરાશાયી થવાના, સોર્ટસર્કિટ અને મકાનોના પતરાં ઉડવાના અનેક બનાવ સામે આવ્યા હતા જો કે સદનસીબે જિલ્લામાં જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચો - સોમવારના વહેલી સવારથી વહીવટી તંત્ર તૌકતેને પોંહચી વળવા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.