ETV Bharat / state

ગુજરાતમાં ઓનર કિલિંગ, ભરુચમાં ભાઈએ કરી બહેનની હત્યા - ઓનર કિલિંગ ન્યૂઝ

ભરુચ: રાજ્યમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ભરુચ જિલ્લાના રાજપારડીમાં સારસા ડુંગર નજીક યુવાન દંપતિ પર પત્નીના ભાઈઓએ જીવલેણ હુમલો કરતા પત્નીનું મોત નીપજ્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત પતિ સારવાળ હેઠળ છે. આ મામલે પોલીસે ગણતરીના સમયમાં આરોપી ભાઈઓની ધરપકડ કરી હતી.

Honor killing
author img

By

Published : Nov 1, 2019, 5:17 PM IST

ભરુચના દંપતિએ પ્રેમ લગ્ન કર્યા હતાં. પરિવારજનોને મંજૂર ન હોવાથી દંપતિઓ પર હુમલો કર્યો હતો. બે ભાઈઓએ મળી સગીબહેનની હત્યા કરી દીધી છે. રાજપારડી નજીક આવેલ હિંગોરિયા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 25 વર્ષીય હેમંત વસાવાએ એક વર્ષ પૂર્વે સરસ્વતી વસાવા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. બંનેનાં પ્રેમલગ્ન સરસ્વતીના પરિવારજનોને મંજુર ન હોવાથી અગાઉ બન્નેએ છુટાછેડા પણ લઇ લીધા હતાં. જો કે, બાદમાં ફરી બંનેએ સિવિલ મેરેજ કરી સંસાર શરુ કર્યો હતો. ગુરુવારે બપોરના સમયે પતિ-પત્ની મોપેડ રાજપારડીથી તેમના ઘરે જઈ રહ્યા હતાં. તે દરમિયાન સારસા ડુંગર નજીક કારમાં આવેલ સરસ્વતીનાં બે ભાઈ અતુલ વસાવા અને મહેશ વસાવાએ કારથી મોપેડને ટક્કર મારી હતી અને બાદમાં બન્ને પર લોખંડનાં પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સરસ્વતીનું મોત નીપજ્યું હતું. જ્યારે હેમંત વસાવાને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ઓનર કિલિંગ

રાજપારડી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી અતુલ વસાવા અને મહેશ વસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ અગાઉથી જ હુમલાનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પૂર્વે પરિવારના અન્ય સભ્યો સાથે સમાધાન થયું હતું. જો કે, બન્ને ભાઈઓને તે મંજુર ન હતું. જેથી દિવાળી નિમિત્તે બન્ને ઘરે આવતા હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો.

Intro:-રાજપારડીનાં સારસા ડુંગર નજીક યુવાન દંપત્તિ પર પત્નીના ભાઈઓનો હુમલો
-પ્રેમલગ્નની રીસ રાખી કરાયેલ હુમલામાં પત્નીનું મોત પતિ સારવાર હેઠળ
-પરિવારજનોને પ્રેમલગ્ન મંજુર ન હોય હુમલો કરાયો,આરોપી ભાઈઓની પોલીસે કરી ધરપકડ
Body:રાજપારડીનાં સારસા ડુંગર નજીક યુવાન દંપત્તિ પર પત્નીના ભાઈઓએ જીવલેણ હુમલો કરતા પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પતિ સારવાર હેઠળ છે.પરિવારજનોને બંનેનાં પ્રેમલગ્ન મંજુર ન હોય હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપી ભાઈઓની ધરપકડ કરી છે Conclusion:ભરૂચના રાજપારડીમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે.જેમાં બે ભાઈઓએ મળી સગીબહેનની હત્યા કરી દીધી છે .રાજપારડી નજીક આવેલ હિંગોરિયા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ૨૫ વર્ષીય હેમંત વસાવાએ એક વર્ષ પૂર્વે સરસ્વતી વસાવા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.બંનેનાં પ્રેમલગ્ન સરસ્વતીના પરિવારજનોને મંજુર ન હોય અગાઉ બન્નેએ છુટાછેડા પણ લઇ લીધા હતા જો કે બાદમાં ફરી બંનેએ સિવિલ મેરેજ કરી સંસાર શરુ કર્યો હતો.ગતરોજ બપોરના સમયે પતિ પત્ની મોપેડ રાજપારડીથી તેમના ઘરે જઈ રહ્યા હતા એ દરમ્યાન સારસા ડુંગર નજીક કારમાં આવેલ સરસ્વતીનાં બે ભાઈ અતુલ વસાવા અને મહેશ વસાવાએ કારથી મોપેડને ટક્કર મારી હતી અને બાદમાં બન્ને પર લોખંડનાં પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતોજેમાં સરસ્વતીનું મોત નીપજ્યું હતું જ્યારે હેમંત વસાવાને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવ સંદર્ભે રાજપારડી પોલીસે ગણતરીનાં સમયમાં જ આરોપી અતુલ વસાવા અને મહેશ વસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓએ અગાઉથી જ હુમલાનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે.થોડા દિવસ પૂર્વે પરિવારના અન્ય સભ્યો સાથે સંધાન થયું હતું જો કે બન્ને ભાઈઓને આ મંજુર ન હતું આથી દિવાળી નિમિત્તે બન્ને ઘરે આવતા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
બાઈટ
એમ.પી.ભોજાણી-ડી.વાય.એસ.પી.ભરૂચ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.