ભરૂચ: શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે અને 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કાંઈકને કાંઈક ખેડૂતોના પાકને નુકસાન જવાની પણ ભીતિ છે. ગુજરાતમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા
- આમોદ 1 ઇંચ
- અંકલેશ્વર 2 ઇંચ
- ભરૂચ 1 ઇંચ
- હાંસોટ 1.5 ઇંચ
- જંબુસર 15 મી.મી.
- નેત્રંગ 1 ઇંચ
- વાગરા 1.5 ઇંચ
- વાલિયા 1 ઇંચ
- ઝઘડિયા 19 મી.મી.