- પેટા ચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
- ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી
- પ્રતિબંધ હોવાને કારણે ફટાકડા ન ફોડાયા
ભરૂચ : ગુજરાતની પેટા ચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઇ હતી. જે બાદ ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પાંચબત્તી ખાતે ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયની ખુશી વ્યક્ત કરી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ NDA ગઠબંધને સારો દેખાવ કર્યો
ગુજરાત વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ NDA ગઠબંધને સારો દેખાવ કર્યો છે. ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી કરવમાં આવી હતી.
ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયના વધામણા લીધા
પાંચબત્તી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયના વધામણા લીધા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.
પ્રતિબંધ હોવાને કારણે ફટાકડા ન ફોડાયા
સામન્યત: ચૂંટણીમાં વિજયોત્સવ ફટાકડા ફોડી મનાવવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને પ્રદૂષણનાં કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. જે કારણે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા.