ભરૂચ : અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી (Ankleshwar Municipal Executive) અધ્યક્ષ સંદીપ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલને અપશબ્દો બોલતો ઓડિયો પણ વાયરલ થયો છે. અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સામે ગુનો દાખલ થતા રાજકીય ભૂકંપ આવ્યો હતો. (Sandeep Patel Audio Viral)
શું હતો સમગ્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. તેવામાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું હતું. અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઇ ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયસિંહ પટેલ ચૂંટણીના જંગમાં સામ - સામે આવતા આ બેઠકનું રાજકીય ગણિત રસપ્રદ બન્યું હતું. તેવામાં પરિણામ પહેલા આ બેઠક પર વધુ એક વિવાદ સર્જાયો હતો. (Ankleshwar Municipal Executive Sandeep Patel)
પોલીસ મથકેથી લોકો ઉમટી પડ્યા મળતી માહીતી મુજબ હાંસોટ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલને અપશબ્દો બોલ્યાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકીની (Threat audio of Sandeep Patel) વાત પણ હતી. જેને લઈને વિજયસિંહ પટેલને ધમકીઓ ભર્યા કોલ કરનાર સંદીપ ઉર્ફે રોકીની સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે વિજયસિંહ પટેલના સમર્થકો મોટી સંખ્યામાં ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. આખરે પોલીસે વિજયસિંહ પટેલની ફરિયાદ લઇ પાલિકા કારોબારી અધ્યક્ષ સંદીપ ઉર્ફે રોકી સામે ગુનો દાખલ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. (Gujarat Assembly Election 2022)