ભરૂચ : અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ પાટીયા પાસે નીરવ હેરિટેજ શોપિંગ સેન્ટરના નીચેના ભાગમાં એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં હતો. આ દવાના જથ્થાને સળગાવવામાં (Expired medicine burnt in Ankleshwar) આવી રહ્યો હતો. તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા GPCBમાં ફરિયાદ કરતા GPCBની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી, ત્યારબાદ એક્સપાયરી ડેટ વાળી દવાઓના સેમ્પલ અને પાઉચ લઈને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અંકલેશ્વરની અને ગુજરાત બહારની કંપનીનું નામ ખુલવા પામ્યું હતું. (medicine burn Attempt in Ankleshwar)
આ પણ વાંચો આ દવા ફક્ત ખાસ દિવસોમાં આપવામાં આવે છે, જે બાળકોને આંતરિક શક્તિ આપે છે
GPCBની ટીમની તપાસ GPCBની તપાસમાં બે અંકલેશ્વરની કંપનીઓના (Ankleshwar GPCB Team) નામ ખુલ્યા હતા. તે કંપનીમાં GPCBની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. આ દવાઓનો જથ્થો કઈ કંપનીને આપવામાં આવ્યો હતો, કયા કારણોસર આ જથ્થો પડી રહ્યો હતો. તે દિશામાં GPCB દ્વારા અંકલેશ્વર ખાતે આવેલી આલ્ફર્ડ ફાર્મા અને સ્કાય લાર્ક ફાર્માસ્યુટિકલ GPCBની ટીમ દ્વારા તપાસ અર્થે પહોંચી હતી. (GPCB case of burning expired medicine)
આ પણ વાંચો જ્ઞાન નેત્ર: આયુર્વેદિક દવા ફિફાટ્રોલ કોવિડ-19 સામે પણ રક્ષણ આપે છે, આયુર્વેદ અને યોગનો દાવો
શું કાર્યવાહી કરવામાં આવશે જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગડખોળ પાટિયા પાસે એક્સપાયરી દવાનો નિકાલ જાહેરમાં પર્યાવરણ અને લોકોના આરોગ્યને નુકશાન થાય એ રીતે કરવામાં આવતા (Expiry Date Medicines Quantity) લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે, GPCBના રિપોર્ટ બાદ જાણવા મળશે કે, એક્સપાયરી ડેટ વાળી દવાઓની ઘટનામાં કંપનીઓ ઉપર અને માર્કેટિંગ કરવાવાળી કંપનીઓ પર શું કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ તપાસ દરમિયાન બે અંકલેશ્વરની અને ગુજરાત બહારની કંપનીનું નામ ખુલવા પામ્યું હતું.(Expiry date medicines quantity in Ankleshwar)