ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે અંદાજીત 25 થી વધુ ઊંટોના મોત અંગેની દુઃખદ ઘટનામાં જીપીસીબીની પ્રાથમીક તપાસ બાદ મોટી કર્યાવહી કરી છે. પ્રાથમિક તપાસ બાદ ONGC Ltd (Ggs-I,Gandhar) સામે જીપીસીબીના કડક પગલાં લેતા 50 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. EPA (Environment Protection Act) હેઠળ Ongc Ltd.,Ggs-I,Gandhar )ને Notice of Direction અંગેની નોટીસ પણ જીપીસીબીએ ફટકારી છે.
ONGC ને નોટિસ: આ ઘટના બાદ જીપીસીબી દ્વારા ONGC ને સર્ક્યુલેશન આપીને ONGC ના તમામ વેલના ફાઉન્ડેશન અને વાલ લીક થયા હોય તો તાત્કાલિક ધોરણે તેનું રીપેરીંગ કામ અને દરેક વાલની પાસે ફેન્સીંગ અને ફ્લોરિંગ બનાવવા માટે સૂચનાઓ આપી છે. જેથી કરીને સાચવેલ જેવી ઘટના બીજી વાર ના બને તે માટે ONGC ને નોટિસ આપવામાં આવેલી છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેમિકલ યુક્ત માટી તાત્કાલિક ધોરણે હટાવીને તેનો BEIL કંપનીમાં નિકાલ કરવામાં આવ્યો છે.
'વાગરા તાલુકાના ચાંચવેલ ગામ પાસે ONGC ના વાલમાંથી લીક થયેલ કેમિકલ યુક્ત પાણી પી જતા 25 થી વધુ ઊંટોના મોત થયા હતા. આ ઘટનામાં જીપીસીબી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ongc ગંધાર યુનીટને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.' -માર્ગી બેન, RO, GPCB
ઊંટના PM રિપોર્ટની રાહ: ઊંટના પીએમ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.હાલ;માં જે પગલાં ભરાયા છે તે કચ્છીપુરામાં ઓઇલ લાઈનમાં લીકેજના કારણે પર્યાવરણને નુકસાનને લઈ કાર્યવાહી કરાઈ છે. તંત્ર હજુ મૃત્યુ પામેલા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ અહેવાલ ઊંટના મોતનું કારણ પણ આ OIL હોવાનો સ્પષ્ટ ઈશારો કરે તો ONGC સામે વધુ કાર્યવાહી પણ થઇ શકે છે.