ભરૂચઃ અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતથી ભરૂચ તરફ જઈ રહેલા ગેસ ભરેલા એક ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર અમરાવતી ખાડીના પુલ પરથી રેલીંગ તોડી નીચે ખાબક્યું હતું. જેના પગલે ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લીક થયો હતો.
- અંકલેશ્વર પાસેના હાઈ-વે ગેસ ભરેલું ટેન્કર પુલ પરથી ખાબક્યું
- ઘટનાની જાણ થતાં PDMC ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતી પર મેળવ્યો કાબૂ
- અકસ્માત ટેન્કરચાલકને થઈ ગંભીર ઈજા
આ બનાવની જાણ થતાં અંકલેશ્વર PDMCના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે પર વાહનોનું આવાગમન બંધ કરાવી ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ટેન્કર ચાલક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ટેન્કર દહેજની દીપક ફેનોલીક્સ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટેન્કરમાં ઓછી માત્રામાં ગેસ હોવાના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી.